File:Hardik harshad and ketav.jpg

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

Original file(3,600 × 2,250 pixels, file size: 3.46 MB, MIME type: image/jpeg)

Captions

Captions

First hydroponic farming in Ahmedabad by Hardik Jhatakiya (Urbanexotic)

Summary

[edit]
Description
English: First hydroponic farming in AhmedabadIs Urbanexotic by Hardik Jhatakiya

પાણીજન્ય નવો ખેતી વ્યવસાય 'હાઇડ્રોપોનિક્સ' : હાર્દિક જાટકીયા શંખનાદ : શૈલેશ રાવલ

હવે "પાણીમાંથી પોરા ના કઢાય" તે કહેવત બદલવા નો વારો આવે તો નવાઈ નહી, કેમ કે ગ્લોબલ ફાર્મિંગમાં (વૈશ્વિક ખેતી ક્ષેત્ર) વર્તમાન સમયે એક મોટો બદલાવ આવી રહ્યો છે. જેમાં દુનિયા ના બે મુખ્ય દેશોમાં છેલ્લા બે દશક માં પાણીજન્ય ખેતી વિષયક અનેક નવતર પ્રયોગ થયા છે અને તેના પરિણામો અત્યંત સફળ પણ રહ્યા છે. તેના સકારાત્મક પગલે વિશ્વના અન્ય દેશો તેમના ખેત વૈજ્ઞાનિકોને આ માર્ગે સંશોધનો કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ભારત તેમાંથી બાકાત નથી. હા આવનારા દિવસોમાં જ્યારે જમીન નોઍગ્રિકલ્ચર વપરાશ ટૂંકો પડશે, ઔદ્યોગિક એકમો અને માનવ વસ્તી વધારો થાય છે તેની સામે ખેતી લાયક જમીન ઘટી રહી છે, તે સમયેપાણી માં અથવા જમીન નો ઉપયોગ ઓછો થાય તે પ્રમાણે પાણીજન્ય ખેતી તરફ માનવજાતે પ્રયાસ કરવા પડશે તેવી વાતોને અમલ માં મુકવાનો સમય શરુ થઈ ચુક્યો છે, આ ખેતીને વિશ્વ "હાઇડ્રોપોનિક્સ" પદ્ધતિ થી ઓળખે છે. ભારત માં હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ અથવાતો પાણીજન્ય (જલાધારિત ખેતી) ખેતી કહેવામાં આવે છે. પાણીમાં થતી ખેતી એ જુદો વિષય છે. આ પ્રકારની હાઇડ્રોપોનિક્સ ખેતી માં ઓછી જમીન માં એક અલાયદો ડૉમ ઉભો કરી, ચોક્કસ વાતાવરણ માં, જુદું માળખું ઉભું કરી તેમાં સતત પાણી નો પ્રવાહ વહેતો રાખી, સાથે જમીન ના બાકીના તત્વો ઉમેરી, પાક ઉત્પાદન મેળવવા નવતર પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે. જેને પરિણામે જે તે છોડ, વેલ,કે પાક નો વિકાસ ઝડપી થાય છે, તેમાં નુકસાનકારક બૅક્ટેરિયા કે ઉપદ્રવ માટે કોઈ અવકાશ રહેતો નથી. પ્રાયોગિક ધોરણે આ પદ્ધતિ થોડી ખરચાળ છે, પણ બજાર અને વપરાશ ના નિયમ પ્રમાણે ઝડપથી સામાન્ય સ્વીકૃતિ મળશે તેટલી ઓછી ખરચાળ બનશે તેવા એંધાણ દેખાય છે.અમદાવાદ ના સીમાડે એક નાનકડા ખેતર માં ત્રણેક મીડિયમ સાઈઝના ડૉમમાં હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ સેન્ટર જોઈને થોડું આશ્ચર્ય થયું. અમદાવાદનો એક તરવરીયો યુવાન હાર્દિક જાટકીયા કોરોના સમયમાં કૈંક વિશેષ કરવાના ધ્યેય સાથે આ નવા પ્રકાર ની ખેતી માં રસ દાખવે છે, અને માત્ર સાત મહિનામાં પરિણામ લક્ષી કાર્ય ઉજાગર કરે છે. શહેર ના આ યુવક સાથે અન્ય યુવકો પ્રિતેશ શાહ તથા સિનિયર એગ્રોનોમીસ્ટ ડૉ. આશિષ પટેલ જોડાય છે. માહિતી ખજાનો ગુગલ અને BRIO હાઇડ્રોપોનિક્સ કંપની આખા વ્યવસ્થાતંત્રમાં મદદગાર બને પછી શરુ થાય છે અમદાવાદને આંગણે એક નવો પાણીજન્ય ખેતી અધ્યાય. 20કેવી લાઈટ કનેક્શન, ડૉમમાં 15ડિગ્રી તાપમાન, આરઓ વોટર, 40 ટીડીએસ, 6.5 પીએચ, સાથે અન્ય ત્રણ રસાયણ નું પ્રમાણસર મિશ્રણ, મોટા મોટા એકઝોસ ફેન, સતત વહેતું રહે તેવી પાણી વ્યવસ્થા, જે તે છોડ ના મુળ આધારિત અવનવી ટેકનીક માંથી ત્રણ નો ઉપયોગ, સતત ચાંપતી નજર પછી એક મહિનાની ઉપજ વાળા વિવિધ સલાડતથા શાકભાજી જેવા કે બ્રોકલી, અમેરિકન તુલસી, લેટીસ, ચૅરી ટામેટી, કાકડી, એરુગુલા, ગ્રીન ઑક, બેસિલ, કાલે, રેડ પાઇપર વગેરેનું સફળ ઉત્પાદન કર્યું, જેનો જથ્થો સતત વધારતા રહેશે. ગુજરાતભરમાં આવા દશેક કેન્દ્રો અને ભારતમાં અંદાજે સો-સવાસો કેન્દ્રો કાર્યરત થયા છે. પાણીજન્ય આ ખેતી પ્રયોગમાં જમીનના જે તત્વોની પાક ઉત્પાદન માં જરુર પડે તે તત્વો પાણી માં ઉમેરીદેવાય છે તેથી છોડ ની વૃદ્ધિ ખુબ ઝડપી બને છે, તે ઉપરાંત તે ખુબ પૌષ્ટિક અને પ્રદૂષણ રહીત ઉપજ આપે છે. ડિપ્લોમા ઈન ઇવેન્ટમેજમેન્ટ, તથા એમબીએ (ઑસ્ટ્રેલિયા) નો ઉચ્ચ અભ્યાસ કરી વેડિંગ તથા પ્રૉફેશનલ વિડીયો-ફોટોગ્રાફી ના પારિવારિક બિઝનેસ સાથે સાથે નવો ટ્રેક ચેન્જ કરનાર હાર્દિક કહે છે કે, 'આવા એક્ઝોટિક સલાડ કે શાકભાજી ની પડતર કિંમત ઉંચી હોવાથી વેચાણ કિંમત પણ વધારે હોય છે, એક કિલોના સાતસો થી બે હજાર રુપિયા સુધીનો વેચાણ ભાવ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા મોટા સેન્ટરોમાં છે, વિશેષ કરીને ડાયેટ ફૂડમાં અને સ્ટેટસ ક્લાસમાં તેનું ચલણ વધારે છે. અમદાવાદ નો શ્રિમંત વર્ગ આવી શાકભાજી, સલાડ ખુબ મોંઘા ભાવે અન્ય શહેરો કે પરદેશથી મંગાવે છે, તથા પંચતારક હૉટેલ બિઝનેસમાં પણ આવા સલાડની વિશેષ ડિમાન્ડ છે. પપ્પા જયેન્દ્રભાઈ નો વ્યાપાર મંત્ર છે કે નવો બિઝનેસ વધારે વળતર આપે તે હિસાબે અહી જોખમ સાથે આગવી ઓળખ પણ ઉભી થાય છે. હા, આ બાબતે સખતમહેનત પછી જ યોગ્ય બજાર મળશે'સોયેલ સાયન્સ એન્ડ ઍગ્રિકલ્ચર કેમેસ્ટી વિષય સાથે ડોક્ટરેટ કરી નવા એગ્રો ટ્રેક પર કદમ રાખતા એગ્રોનોમીસ્ટ ડૉ. આશિષ પટેલ ઉજ્જવળ ભવિષ્ય નિહાળી રહ્યા છે, તે જણાવે છે કે, 'માલદીવ જેવા નાના દેશ ફૂડ બાબતે આ ટેક્નોલોજીથી આત્મનિર્ભર બની રહ્યા છે, આગામી દિવસોમાં હાઇડ્રોપોનિક્સ ટ્રેક પર વ્યવસાયિક ધોરણે માસ-પ્રોડક્શન ઉપરાન્ત અર્બન સેન્ટરોમાં રુફ ટૉપ, બાલ્કની, ગૅલેરી વગેરે નાની નાની જગ્યા પ્રમાણે પરિવાર ખપ પૂરતું એક્ઝોટિક શાકભાજી કે સલાડ પકવી શકશે'. ભારતમાં BRIO તથા RISE જેવી અનેક દેશી વિદેશી કંપનીઓ આવી ઉત્પાદન કીટ તૈયાર કરી એક નવા વ્યવસાય માટે દરવાજા ખોલી રહી છે. પ્રવર્તમાન સમયે આવી અર્બન કીટ નો ઈન્સ્ટોલેશન ચાર્જ પચ્ચીસ હજાર જેટલો છે, જેનો વપરાશ વધે તો બે-પાંચ હજાર સુધી નીચી કિંમતે મળી શકે, સોલાર અને વિન્ડ ઍનર્જી સાથે સાથે દરેક ખેતર માં સીઝનલ શાકભાજી અને સલાડ, તથા શહેરોમાં ઓછી જગ્યાએ આવા હાઇડ્રોપોનિક્સ યુનિટ સ્વાસ્થ્ય અને પર્યાવરણ કાળજી માટે જરુરી છે. આ બાબતે એક અલગ વ્યવસ્થા દરેક રાજ્ય માં વાતાવરણ પ્રમાણે ઉભી કરવા પહેલ કરવાનો આ ઉત્તમ સમય છે. જમીન, મીઠા તથા ખારા પાણી માં રહેલા તત્વો પ્રમાણે ખોરાક ઉપયોગી વનસ્પતિ ઉત્પાદન ક્ષેત્રે ખુબ કામકરવાનો અવકાશ છે. આવા નવતર પ્રયોગો ભારતીય પારંપરિક ખેતી પ્રથામાં સહજ રીતે આવકાર્ય નથી, હાલની સ્થિતિમાં ઉત્પાદન કિંમત ખુબ ઉંચી છે, અન્ય ટેકનિકલ સાધનો પણ વિદેશી છે, ઘણી સમસ્યા છે પણ ભાવિ ખુબ ઉજ્જવળ છે. ગુજરાતની તમામ એગ્રો યુનિવર્સિટી આ ક્ષેત્રે વધારે જાગૃતિ દર્શાવી ભારતીય વાતાવરણ માં આ પદ્ધતિ દ્વારા વધારે પાક ઉત્પાદન થાય તે બાબતે સંશોધન કાર્યોવધારે તે જરુરી છે. ભારતીય ખેતી અર્થતંત્ર ને વૈશ્વિક બનાવવું હોય તો ખેડૂતને જગતનો તાત કહેવાનું બંધ કરી, ખેતરે ખેતરેએગ્રો ઈન્ડસ્ટીઝ ની નેઈમપ્લેટ, સાથે સાથે વિઝિટિંગ કાર્ડ પર એગ્રો એમડી લખવાની ટેવ પાડવી પડશે. ઍગ્રિકલ્ચર બિઝનેસ નેપ્રૉફિટ મેકિંગ બ્રાન્ડ બનાવવી પડશે.હર્ષદભાઈ અને જયેન્દ્રભાઈ જાટકિયા વિડિયો અને ફોટોગ્રાફી ક્ષેત્રે ગુજરાતનું જાણીતું નામ છે તેમના પરિવારમાં હમેશાકઈક નવું કરવાની પરંપરા રહી છે. તેમના પરિવારના બંને દીકરાઓ હાર્દિક અને કેતવ પણ પરિવારની પરંપરા જાળવી રહ્યા છે.
Date
Source Own work
Author Shaileshraval1963

Licensing

[edit]
I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.

File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current03:28, 12 January 2021Thumbnail for version as of 03:28, 12 January 20213,600 × 2,250 (3.46 MB)Shaileshraval1963 (talk | contribs)Uploaded own work with UploadWizard

There are no pages that use this file.

Metadata