File:પર્યાવરણ પ્રીત આપણું લોકગીત.jpg

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

Original file(805 × 1,280 pixels, file size: 194 KB, MIME type: image/jpeg)

Captions

Captions

Book Name: Paryavaraniya Preet - aapnu lokgit (Environmental Love- Our Folk Song), Author: Dr. Indu Patel (Dr. Mrs. Indu Rambabu, Kota, Rajasthan)

Summary

[edit]
Description
ગુજરાતી: પર્યાવરણ અંગેના લોકગીતોનો ગુજરાતી ભાષાનુંસર્વપ્રથમ પુસ્તક "પર્યાવરણ-પ્રીત આપણું લોકગીત"

'વરઘોડિયા', 'વિવા-વાજન' અને 'પ્રભાતિયા અને ધોળ' પછીના ડોક્ટર ઈન્દુ રામબાબુ પટેલનો આ સંગ્રહ અત્યાધુનિક એવા પર્યાવરણીય અભ્યાસ સાથેનો કંઠ પ્રવાહનાં ગીતોનો અભ્યાસ ભૂમિકા સાથે નો સંચય છે. ઈન્દુ બહેન હવે તો ગુજરાતમાં તેમના આ લોકગીતોના દ્રષ્ટિ પૂર્ણ સંપાદિકા તરીકે પૂર્ણ જાણીતા થયેલા સુપ્રતિષ્ઠિત એવા લોકગીત સંપાદક છે. નર્મદથી આરંભીને તે છેક મેઘાણી, જયમલ્લ પરમાર કે પુષ્કર ચંદરવાકર, અમૃત પટેલ વગેરેએ પણ જે ગુજરાતી લોકગીતોનાં સંપાદનો આપ્યા તેના બધા જ માહિતી દાતા તો સ્ત્રીઓ જ છે. લોકસાહિત્યમાં લોકગીત નો પ્રકાર જ એવો છે કે એનો સાહજીક અનુબંધ સ્ત્રીઓ સાથે જ રહ્યો છે. કથાગીત, શ્રમ ગીત વગેરે જેવા લોકગીતના કેટલાંક મર્યાદિત પ્રકારો જ પુરુષ દ્વારા ગવાયા છે. આ સિવાય ના લોકગીતોના સંસ્કારગીત, ઋતુગીત શ્રમકાર્યગીત વગેરે જેવા અનેક પ્રકારો તથા મનોરંજક લોકગીત રાસગરબા કે અન્ય સનૃત્ય જેનું જ્ઞાન થાય છે તેવી રચનાઓનો નિજી સંબંધ અને સાર્વત્રિક રૂપનું પ્રવર્તન જ સ્ત્રીવૃંદમાં થાય છે. એમાં મૂળ કર્તૃત્વ અપવાદરૂપે પણ ક્યાંક અથવા તો મોટેભાગે પુરુષ હોવા છતાં ગીત નો પ્રાણ ધબકાર તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓના જ ભાવસંવેદન એની ભાષાકીય બધી જ લાક્ષણિકતાઓ સાથે આ ગીતના આંતર-બાહ્ય રૂપ ને ઘડે છે. સ્ત્રીવૃંદના માનવહૃદયની જ મૂળ સંવેદના આવા ગીતો માં ઉતરી આવે છે. સ્ત્રીની ઇચ્છાઓ, આકાંક્ષાઓ, ઐકિક જીવનમાં કષ્ટો અને આનંદો, જગત અને જીવન સાથે સમાધાન કરીને પણ જોડાઈ રહેવાની ભાવના અને જીવનદૃષ્ટિથી બંધાયેલુંસ્વાનુભૂત જ્ઞાન આ ગીતોમાં હોય છે. કહો કે લોકગીત જ સ્ત્રીવૃંદના અનુભૂત આત્મસાત ઉપનિષદનું જ સારભૂત તત્ત્વ અને સત્ત્વનું રૂપ છે. આ દૃષ્ટિએ લોકગીતના સંપાદનમાં જ નહીં પરંતુ તેના અભ્યાસ વિવેચનમાં સ્ત્રીનાં મનહૃદયનો મૂળ ધબકાર સમજપૂર્વક પકડવાનું અનિવાર્ય છે. આમ કરવા માં સ્ત્રી સંપાદિકાઓ જ સફળ થાય છે એવું પણ નથી. એને મૂળ ધબકારનો અનુભવ હોય પરંતુ એનું પૃથક્કરણ કરવાની અને વ્યક્ત કરવાની શક્તિ ન હોય, અભિવ્યક્તિ કરવાનું એમના માટે મુશ્કેલ હોય અને પરિણામે જ સ્ત્રી સંપાદિકા પાસેથી કંઠ પ્રવાહ ના ગીતો ના જેટલા આપણને સંચર્યો મળ્યા છે તેમાં લોકગીતના અભ્યાસ-વિવેચન નથી. આગળના મહિલાઓના સંપાદનો-અભ્યાસો તપાસતા સ્પષ્ટ થશે કે પુતળીબાઈ કામાનો અપવાદ બાદ કરો તો સ્ત્રી સંપાદિકા પાસેથી જેટલા ગીતો મળ્યા એમાં કંઠ પ્રવાહની રચનાનો મુદ્રિતરૂપનું લિપ્યન્તર જ મળે છે, અભ્યાસ-વિવેચન મળતા નથી. પછીના તબક્કે ડૉ. સુચેતા ભાડલાવાળા વગેરેનાં આવાં અભ્યાસ-વિવેચન મળ્યાં તે એક જાતિગત કંઠસ્થ પરંપરાના અંગના રૂપમાં. આટલા સંદર્ભોને લક્ષમાં લઇને હજુ તો કહી શકાય કે લોકગીતના હૃદયના ધબકારાને પહોંચાડતો અભ્યાસ ડૉક્ટર ઈન્દુ બહેન પટેલ પાસેથી જ મળ્યો છે, સાતત્યપૂર્વક મળ્યો છે. એમના અભ્યાસની એક વિશિષ્ટ શૈલી-નિરૂપણ રીતિ છે. બા, પુત્રી, પૌત્રી, પુત્રવધુ વગેરેને ગીત ના મૂળ સાંસ્કૃતિક ધબકારને સમજાવતાં હોય એવી નિરૂપણરીતિએ એમણે લોકગીતને સમજાવ્યા છે. એમના દ્વારા જ કાર્ય થયું એના મૂળમાં મને બે-ત્રણ પરિસ્થિતિ જણાય છે: એક તો એમનો ઉછેર જ, ગુજરાતમાં જ્યાં આપણી બધી જ લોકગીત પરંપરા ધબકતી રહી છે તે ગોહિલવાડ ભાલના પાટીદાર કુટુંબમાં થયો અને તે પણ અસહકાર-યુગ અને સ્વાતંત્ર્યતા સાથે જ સર્વોદય અને ગ્રામવિકાસના મૂલ્યને વરેલા સંસ્કારી એવા કુટુંબમાં!, એમની વ્યક્તિમતાના મૂળમાં જ આ સંસ્કાર અને એમાં આજથી છ-સાત દાયકા પહેલાના સૌરાષ્ટ્રના કૃષિસમાજનું સંસ્કારગીતોથી ગાજતું-ગુંજતું, ઉછરતી સંવેદનશીલ કિશોરીના આંતર વ્યક્તિત્વનું ઘડતર કરતું લોકતાત્વિક, સંસ્કૃતિકરણની પ્રક્રિયા -Folkloric Cultural Process - નું સબળ અને સક્રિય યોગદાન. આમાં જ ગીતેગીત એના મૂળ ઢાળઢંગ તેમજ મૂળ યાદ સાથે એમના લોહીનો સંસ્કાર બની આંતરવિશ્વમાં ગુંજતાં રહ્યાં. આવા આટલા આંતરઘડતર પછીની તરુણાવસ્થામાં પ્રથમ નાગરિક સંસ્કૃતિના આવરણમાં અને તે અનૂસંગિક તબીબી વિદ્યાના આગળના અભ્યાસ માટે જર્મની માં રહેવાનું થયું!. ક્યાંક કેટલુક સાંસ્કૃતિક પર્યાવરણના પણ આંતરબાહ્ય વિરોધના વાતાવરણમાં. આ પછીના ગાળે પણ કર્મ ભૂમિ બની રહી રાજસ્થાન, દેશજ સ્થળથી દૂર પરંતુ મારુ-ગુર્જર સંસ્કાર ધબકે છે એવા પરિવેશમાં વસવાનું થયું. આ બધી પરિસ્થિતિના સામ્ય-વૈષમ્યમાં ગીત એમનામાં ગુંજતા જ રહ્યાં અને કોટા-રાજસ્થાનમાં એમણે ગુંજતા રાખ્યાં. ગુજરાતી લોકગીતો નો પર્યાવરણની દ્રષ્ટિએ થયેલો આ સંચય સર્વપ્રથમ જ છે. અહીં કુલ 586 ગીતોમાં આરંભે વનસ્પતિ વિષયક ગીતો આપ્યા છે તેમાં આરંભની રચના વ્યક્તિકૃત અને વિષયપ્રવેશની છે અને ઢાળથી તેમજ ભાવથી પણ વ્યક્તિ કૃત રચના પણ લોકગીતકુળની કેવી રીતે બને છે,એટલે કે કોઈ વ્યક્તિકૃત રચના લોકોમાં ઝીલાતી અંતે લોકકંઠનો અને અવનવાં ઉમેરણ-પરિવર્તનનો રંધો પામીને અંતે લોકગીતમાં કેવી રીતે પરિણમે છે તેનું, Folksong in its making ની પ્રક્રિયાનું પણ નિદર્શન કહી શકાય. આમ વ્યક્તિકૃત રચનાઓ વ્યક્તિગતરૂપમાં તેમ જ સાંધિકરૂપમાં માં ગવાતી થાય ને આવી તરતી રચના વ્યક્તિકૃત મટી લોકકૃત બને છે. આવળ, બાવળ, બોરડી, આંકડો વગેરે વગડાઉ વનસ્પતિ, વરિયાળી, લસણ, શેરડી જેવી ઉગાડતી વનસ્પતિ ની જાતો, થોર, ખીજડો, આકડો, લીમડો, પીપળો, જેવા વૃક્ષોના જેમાં કેન્દ્રસ્થ નિરૂપણ છે એવા ગીતો આપે છે. ઈંગોલી, ઇંગોલા, ગેંગડી, ગેંગડા, થેક, ચીમેડ, જવાસા, કે શાક કે ધાનમાં વપરાતાં લૂણી, સાટોડી, રાજગરો અહીં નગરસંસ્કૃતિના પરિવેશમાં ઉછેર પામનારને નવા કે અજાણ્યાં લાગશે. અમરો, ડમરો, દાડમ, તુલસી, શણ, શેતૂર, નેતર, કાથી કેટકેટલાં!

સાથે જ શ્રીફળ, ફોફળ, જાવંત્રી, કસુંબી, ચમેલી, નાગરવેલ, તાડ, ખજૂર! વનસ્પતિનો જ જાણે ગીતકોશ.

ઘાસના પણ વિવિધ પ્રકારો, કઠોળ ના પ્રકારો, પુષ્પના પ્રકારો, આમ શક્ય તેટલા વિભાગો-પ્રકારો-વર્ગો-વર્ગો પાડીને અહીં ગીત આપે છે. આ સાથે જ અનાજ, ફળફળાદી, કંદમૂળ, વિધવિધ પક્ષીઓ; પ્રકૃતિનું કોઈ જંગ બાકી રહ્યું નથી. કવિતામાં, એટલે કે પ્રશિષ્ટની ધારાની રચનામાં છે કે આ વિશ્વમાં માનવી જ માત્ર નથી, પશુ છે, પક્ષી છે, વનસ્પતિ છે, અને તે માત્ર ગીતમાં જ નહીં, માનવ જીવનના તાણાવાણામાં છે. વૈયા, બપૈયા, પારેવા સમડી,માછલી, હંસ, ગરુડ, ઘુવડ, બાજ કેટકેટલા લોકગીતની સૃષ્ટિમાં! ઉંદર કે નાગને કીડીને મકોડા, ઘોડા-ગધેડા-ગાય-ભેંસ જેવા પાલતુ અને હરણ, સિંહ, વાઘ, વરુ જેવા વન્યપ્રાણીઓ તો જીવનના ધબકારમાં છે સાથે જ ચાંદો, સુરજ, નદી, તળાવ, ધરા, આકાશ, નક્ષત્ર, દરિયો, પર્વતો પણ ગીતમાં છે, તે એક પ્રાકૃતિક પદાર્થો રૂપે જ નહી પરંતુ માનવજીવનના અવિચ્છિન્ન અવિયુક્ત અંગરૂપે. પ્રકૃતિ પ્રત્યે નો પૂર્વનો અને પશ્ચિમનો આદિમ અભિગમ જ તત્વત: ભિન્ન છે. પૂર્વની સંસ્કૃતિ એ પ્રકૃતિને પૂજી છે, ભવ્ય-દિવ્ય માની છે, એની પ્રાર્થના કરી તેના પર મંત્રો, સૂકતો અને લોકગીતો રચ્યાં છે અને ગાયાં છે. પશ્ચિમે પ્રકૃતિને માનવના આધિપત્ય માં લાવવાનો, નાથવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રસ્તુત ગીતોમાં પ્રકૃતિના કેવા-કેટકેટલા ધબકાર છે, તે આ તબીબી અભ્યાસી સંપાદકે સ્ટેથોસ્કૉપ મૂકી ને ઝીલ્યું છે ને દર્શાવ્યું છે. આ પુસ્તકમાં 639 ગીતોને 451 ઢાળમાં રજૂ કરવામાં આવ્યા છે, પર્યાવરણને લગતા ના લોકગીતો લગભગ 1105 માહિતી દાતા પાત્રો પાસેથી એકઠા કરવામાં આવ્યા છે, પ્રસ્તુત પુસ્તકમાં પર્યાવરણ ને લગતુ દરેક લોકગીત ક્યાં વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યું છે, તે માહિતી દાતા વ્યક્તિનું નામ અને વતન બંને દર્શાવવામાં આવ્યા છે.
Date
Source Own work
Author Dr Rutulkumar Sutariya

Licensing

[edit]
I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.


File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current16:06, 13 August 2022Thumbnail for version as of 16:06, 13 August 2022805 × 1,280 (194 KB)Dr Rutulkumar Sutariya (talk | contribs)Uploaded own work with UploadWizard

There are no pages that use this file.